હંમેશા કોશિષ કરવી કે જેની ખોટ આપણે હોઈ તેની ખોટ બીજાને ના થાઈ...../ Always try not to lose what we have lost to others .....
ૐ હંમેશા કોશિષ કરવી કે જેની ખોટ આપણે હોઈ તેની ખોટ બીજાને ના થાઈ...../ Always try not to lose what we have lost to others ..... આ દુનિયામાં કોઈ માણસ એવું નહી હોઈ કે જેની પાસે બધું જ હોઈ. દરેકને ઈશ્વરે કંઈને કંઈ તો આપવાનું બાકી રાખ્યું જ છે. આપણી આજુબાજુ જ નજર નાખીએ તો તમને જોવા મળશે જ કે જેને જીવનમાં કોઈને કોઈ કમી કે ખોટ છે જ. પછી તે સંબંધ હોઈ, ખુશી હોઈ, ભૌતિક વસ્તુઓની કમી હોઈ કે પછી જીવનમાં વ્યક્તિઓની કમી હોઈ પણ કઈંક તો ખૂટતું હોઈ જ છે. ઈશ્વર જયારે બધાને માગ્યા પ્રમાણે બધું આપતો તો ત્યારે તેણે મનુષ્યને બધું જ આપ્યું પણ મનની શાંતિ પોતાના પગ નીચે સંતાડી દીધી આથી જયારે જયારે મનુષ્ય આ દુનિયાની મોહ માયાથી થાકે ત્યારે ઈશ્વરના ચરણમાં જ શાંતિ પામે છે. પરંતુ આપણી આજુબાજુ જ નજર દોડાવીએ તો જોશો કે કોઈ કરોડોપતિ હશે પણ સંતાનની ખોટ હશે, કોઈનો ભરોપૂરો પરિવાર હશે પણ પૈસા નહી હોઈ, કોઈને પૈસાને સંતાનો બધું હશે પણ બાળકોમાં સંસ્કાર નહી હોઈ, કોઈને બધું જ હશે પણ બાળકોમાં કોઈ ખોડખાપણ હશે. બીજું કંઈ ના હોઈ તો છેલ્લે કઈંક બીમારીઓ કે એવું કંઈક એટલે કે કોઈ પણ વ્યક્તિ એમ કહીં જ ના શકે હૂં સંપૂર્...