નિર્ણય લેવાની ઈચ્છાશક્તિ / Willingness to make decisions
🕉 નિર્ણય લેવાની ઈચ્છાશક્તિ દરેક માણસની ઈચ્છા હોઈ કે બધું એનું ધાર્યું થાઈ, જીવનમાં જે કંઈ પણ ઈચ્છા હોઈ એ પૂરી થાઈ, એ જે ધારે તે કરી શકે, જે કામ કરે તેમાં તેને સો ટકા સફળતા મળે. હોઈ છે ને આવી ઈચ્છા. પણ આવી ઈચ્છા કોની ના હોઈ??? કોને જીવનમાં એની ઈચ્છા પૂરી કરવાવાળો અલાદીનનો જિન ના જોઈતો હોઈ???? બધાને એમ થાઈ કે કાશ મારી પાસે એ જિન હોઈ તો હું બધું જ મેળવી લવ અને દુનિયામાં બધાથી સુખી અને સમૃદ્ધ બની જાવ. બરોબરને!!!! શું ખરેખર આવું અલાદીનના જિન જેવું કંઈ હશે કે???? હું કહીશ, હા. આ અલાદીનની વાર્તા ખૂબ સરસ છે. જેમાં જિન એની બધી ઈચ્છાઓ પૂરી કરે છે પણ આપણાં બધા પાસે એક અલાદીનની જેમ જ જિન છે અને તે છે આપણું શક્તિશાળી મન. જી હા!!! મનની તાકાત અદ્ભૂત છે જો તમને વાપરતા આવડે તો. જોકે મનની સરખામણી વાંદરા સાથે કરવામાં આવે છે. આપણું મન એટલું ચંચળ છે કે એક વસ્તુમાં કે એક વિચારમાં એક મિનિટ તો શું અડધી મિનિટ પણ ટકે નહિ. એક સંશોધન પ્રમાણે, આપણે મિનિટના 48 જેટલા વિચારો કરીએ છીએ અને દિવસના લગભગ 70.000 સીતેર હજાર જેટલા વિચારો આપણું મન કરી લ્યે છે. આપણે ક્યારેય આની ઉપર વિચાર કરતા જ નથી. આ વિચારોની એક અજબ દુન...