આપણે તાકાતવર ક્યારેય બન્યે છે? અને આપણે નબળા ક્યારે હોઈએ છે?/Have we ever become stronger? And when are we weak?
ૐ આપણે તાકાતવર ક્યારેય બન્યે છે? અને આપણે નબળા ક્યારે હોઈએ છે?/Have we ever become stronger? And when are we weak? આ જીવનની વ્યાખ્યા માણસે માણસે જુદી છે. જેવી જેની દ્રષ્ટિ એવી એની શ્રુષ્ટિ હોઈ છે અને જેવા જેના વિચારો હોઈ છે તેવા તેના મનના ભાવો હોઈ છે. આપણે બસ જીંદગી જીવીએ છીએ. ક્યારેય એને સમજવાની કોશિષ નથી કરતા. આપણે ક્યારેય એ નજરથી કોઈ વસ્તુ જ નથી જોતા. બસ એક સરખી ઘટમાળમાં ઘસડાતા જઈએ છે. જો કે આપણને ના તો એવી રીતે જોવાનો સમય મળે છે કે નતો આપણને કોઈ સમજાવે છે. શાંતિથી એકલા બેસીને વિચારતા જ નથી. આપણે જયારે ભણતા ત્યારે આપણને ગણિતના દાખલા કે બીજા વિષયમાં કાંઈ ના આવડે કે ના સમજાઈ તો આપણે મૂંઝાઇ જતા પણ જેવું આપણને કોઈ શીખવાડે કે સમજાવે તો આપણને તે બધું ખૂબ સરળ લાગવા લાગતું. બસ આવુજ કંઈક આ જીવનનું પણ છે. અહીંયા પણ ઘણા અઘરા દાખલાઓ આવતા રહે છે પરંતુ બધુ સમજાવવા વાળાની નિયત ઉપર અને આપણી સમજવાની શક્તિ ઉપર આધાર રાખે છે. ત્યાં ભરોસો અને વિશ્વાસની વાત આવે છે. આખી દુનિયામાં કોઈક તો એવું હોઈ જ છે કે જેની ઉપર આપણે પૂરો ભરોસો મૂકી શકીએ. જોકે એ વ્યક્તિ આપણો ભરોસો તોડશે નહી એની કો...