જાણવા કરતા સમજવું ઘણું મહત્વનું છે..../Understanding is more important than knowing ....
ૐ જાણવા કરતા સમજવું ઘણું મહત્વનું છે..../Understanding is more important than knowing .... આ દુનિયામાં બધા પાસે એક સામાન્ય ફરિયાદ હોઈ તો એ એક જ છે કે, મને કોઈ સમજતું નથી. નાનકડા બાળકથી માંડીને મરણ પથારીએ પડેલા વડીલ સુધી બધાને આ તકલીફ છે. બધા પોતાની વાત મનાવવા લડી રહ્યા છે. કેટલું અજબ કહેવાય કે આપણે જાણીએ અને ઓળખીએ તો બધાને છીએ. મા, બાપ, ભાઈ, બહેન, પત્ની, બાળકો, મિત્રો અને બધા સાગસ્નેહીઓ આ બધાને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને કયો માણસ કેવો વ્યવહાર કરે તેની પણ ખબર હોઈ છે પણ શું આપણે એ વ્યક્તિના એ વ્યવહાર પાછળના કારણો જાણીને એને સમજવાની કોશિષ કરીએ છીએ ક્યારેય??? કદાચ ના. જો બીજાને ઓળખવા કરતા સમજવાની કોશિષ કરીએ તો સંબંધો વધુ મજબૂત અને લાંબા ચાલશે. એક મા એના બાળકો નાના હોઈ ત્યાં સુધી તો એ પોતાના બાળક વિશે બધું સમજે અને જાણે છે પરંતુ જેવું એ બાળક મોટું થઈને પોતાની પસંદગી મુજબ કંઈ કરે ત્યારે તે બાળકને સમજવા કરતા પોતાની વાત મનાવવા અને પોતાને સમજવા બાળકને કહે છે. નાનપણથી બધી જ વાતો સમજનારી તેની મા એ બાળકને ખૂબ ના સમજ લાગે છે જયારે એની વાત મા સમજવા તૈયાર નથી થતી ત્યારે. આવું...