પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

चिंता या चिंतन / Anxiety or contemplation

છબી
ॐ   चिंता  या  चिंतन चिंता शब्द भयानक है।  दुनिया में शायद कोई ऐसा सांसारिक आदमी नहीं है जिसने इसका सामना न किया हो।  मैं सांसारिक आदमी इसलिए कह रहा हु की जिसे अंदरसे वैराग्य जगा है उसे तो दूर दूर तक चिंतासे नाता नहीं है।  संसारी में साधु भी आता है जो अभी भी आश्रमों में है और पैसे के लिए भागता है।  वे चिंता शब्द के भी शिकार हैं।  आज की तेजी से भागती दुनिया में, हर कोई किसीना किसी चिंता से चिंतित है।  मैंने यह शब्द छोटे बच्चों के मुंह से भी सुना है।  कितना अजीब है !!!  हर किसी को अभी से कुछ चिंता है।  बच्चे, पत्नी, घर, नौकरी, व्यवसाय, अधिक पैसा कमाना, अगर शरीर में कोई बीमारी है, आदि आदि।  सुबहसे रात तक लोग किसीने किसी चिंतामे फसे हुए है। मैंने ऐसे लोगों को भी देखा, जो पूरी रात अपनी नींद में भी काम करते रहेते हैं।  समझ नहीं आता कि इस छोटी सी जिंदगी में आदमी को क्या हासिल करना है ??  बहुत बुद्धिमान लोगों के साथ ऐसा नहीं है जो दुनिया के लिए नए आविष्कार कर रहे हैं।  हो सकता है कि वे चिंता शब्द का अर्थ भी नही...

ચિંતા કે ચિંતન??? / Anxiety or contemplation???

છબી
ૐ  ચિંતા કે ચિંતન ચિંતા આ શબ્દ બહુ ભયંકર છે. દુનિયામાં કદાચ કોઈ એવો સંસારી માણસ નહિ હોઈ જેને આનો સામનો ના કર્યો હોઈ. સંસારી એટલા માટે ક્વ છું કે જેને વૈરાગ્ય જાગ્યો છે તેને તો દૂર દૂર સુધી આ શબ્દ સાથે લેવા દેવા નથી. સંસરીમાં એ સાધુ પણ આવી જાય જે હજી આશ્રમોમાં રહી પૈસા માટે દોડે છે. તેઓ પણ આ ચિંતા શબ્દના શિકાર છે જ. આજના આ ઝડપી ઝમાનામાં બધા કોઈને કોઈ ચિંતામાં ઘેરાયેલા હશે જ. અરે મેં તો નાના બાળકોના મોઢેથી પણ આ શબ્દ  સાંભળ્યો છે. કેટલું વિચિત્ર કહેવાય!!!  અત્યારે બધાને કઈને કંઈ ચિંતા હોઈ જ છે. બાળકોની, પત્નીની, ઘરની, નોકરી, ધંધાની, વધુ પૈસા કમાવાની, શરીરમાં બીમારી હોઈ તો એની વગેરે વગેરે  વગેરે. સવારે ઉઠે તે છેક રાત્રે સુવે ત્યાં સુધી. અરે મેં તો એવા લોકો પણ જોયા છે કે નીંદરમાં પણ આખી રાત નોકરી ધંધા કરતા રહેતા હોઈ.  સમજાતું નથી કે માણસે આ નાનકડી જિંદગીમાં મેળવવાનું શું છે?? આ વાત બહુ બુદ્ધિશાળી માણસોની નથી કરતી જે દુનિયા માટે નવા આવિષ્કારો શોધે છે. કદાચ એ લોકો ને તો આ ચિંતા શબ્દનો અર્થ પણ ખબર નહિ હોઈ કારણ કે એ લોકો દરેક વસ્તુને ચારે બાજુથી જોતા હોઈ છે એટલે કે એ બુદ...

આનો શું મતલબ???? / What does this mean ????

છબી
  ૐ આનો શું મતલબ???? ગઈ કાલે એક સરસ વાક્ય વાંચ્યું કે ,  "તમે જેને ખુશ જોવા માંગો છો તેને અહીંયા જ ખુશ રાખો કારણ કે તાજમહેલ દુનિયાએ જૉયો છે મુમતાઝે નહિ " કેટલું સરસ!!! આપણા જીવનમાં બધા જ મહત્વના સંબધો છે, માતા પિતા, ભાઈ બેન, પોતાના બાળકો અને પોતાનો જીવનસાથી. આપણે જીવનમાં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન આખી જિંદગી કરતા રહીયે છીએ. તેમાંથી કેટલા સાચે જ ખુશ થાય છે એ તો ખબર નથી પરંતુ આખા પરિવારને ખુશ રાખવાના ચક્કરમાં જો કોઈને સૌવથી વધારે દુઃખ પહોંચાડતા હોઈ તો એ છે આપણો જીવનસાથી. આ વાતનો તમે પણ કયારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે. ત્યારે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે એ તો આપણું ઘરનું માણસ છે ને એને તો બધું કહી શકાઈ. એ નો સમજે તો બીજું કોણ સમજે! બરોબર ને!! એને તો ગમે તે કહી શકાઈ. બરોબર ને!! કેમ? આપણે એની સાથે લગ્ન કર્યા એટલે એ આપણી મિલ્કત છે? પતિ હોઈ કે પત્ની કોઈ કોઈ ની સંપત્તિ નથી. બંને પોત પોતાનું એક જુદું અસ્તિત્વ ધરાવે છે. એકબીજાના સાથી છે ગુલામ નહિ. ઘણી વખત સંયુક્ત પરિવારોમાં થોડા ઘણા અણબનાવો તો બનતા જ હોઈ છે અને ક્યારેક તે થોડી સમજદારીના અભાવે ખુબ મોટા ઝગડાઓમાં ફેરવતા હોઈ છે. આવે વખતે...

इसका क्या मतलब है ??? / What does this mean ????

છબી
  ॐ इसका क्या मतलब??? कल मैंने एक बहुत ही अच्छा वाक्य पढ़ा कि, " जिसको तुम यहाँ खुश देखना चाहते हो उसे रखो क्योंकि दुनिया ने ताजमहल देखा है, मुमताज़ने नहीं। " कितना अच्छा !!!  जीवन में हमारे सभी महत्वपूर्ण रिश्ते हैं, माता-पिता, भाई बहन,  हमारे अपने बच्चे और हमारे अपने जीवनसाथी।  हम अपना पूरा जीवन, जीवन में हर किसी को खुश रखने की कोशिश में लगा देते हैं।  मैं नहीं जानता कि उनमें से कितने वास्तव में खुश होते हैं, लेकिन जो पूरे परिवार को खुश रखने के चकरमें सबसे ज्यादा जो आहत होता है, वह हमारा जीवनसाथी है। आपने समय-समय पर इसका अनुभव किया होगा। तब हम सोचते हैं कि वह हमारे घर का आदमी है, हमारा अपना है और उसे सब कुछ कहा जा सकता है।  अगर वह नहीं हमें नहीं समजेगा  तो और कौन समजेगा !  सही बात है !!  इसे कुछ भी कहा जा सकता है।  सही बात है !!  क्यों  हमने उससे शादी की, तो क्या वह हमारी संपत्ति है?  पति या पत्नी होना किसी की संपत्ति नहीं है।  दोनोंका अपना एक अलग अलग अस्तित्व है।  वे एक-दूसरे के साथी हैं, दास नहीं। कभी-कभी संय...

મેં મારું ભવિષ્ય જોવાનું બંધ કર્યુ / I stopped looking at my future

છબી
  ૐ મેં મારું ભવિષ્ય જોવાનું બંધ કર્યું..... જયારે હું નાની હતીને ત્યારે સવારે ઘરે છાપું ( news paper ) આવતું. સવારના  પહોરમાં આવતાની સાથે ખોલી ને તેમાં જ્યોતિષીના વિભાગમાં " આપની આજ " એવું આવતું અને તેમાં દરોરોજનું રાશિ પ્રમાણે બધાનો દિવસ કેવો રહશે એ લખેલુ હોઈ. મને એ વાંચવાની ખુબ મજા આવતી. એ સૌવથી પહેલા વાંચવી એ મારો રોજ નો ક્રમ હતો. જો કે હું બોવ માનતી નહિ પણ વાંચવાની મજા આવતી. સારુ અને ખરાબ બંને લખ્યું હોઈ. પણ એક જિજ્ઞાસા રહેતી જાણવાની.   જયારે હું ઇંગ્લેન્ડ આવી ત્યારે અહીંયા ગુજરાતી છાપા કે નોહતા, જો કે અત્યારે તો પુસ્તકાલયમાં જાવ એટલે બધા જ છાપાઓ વાંચવા મળે ભલે થોડા જુના હોઈ. અત્યારે તો ભારતની જ નહિ દુનિયાની બધી ન્યૂઝ ચેનલો, અહીંયા આવે છે પણ પહેલા જયારે કંઈ નહોતું ત્યારે હું ગૃહશોભા, ને સખી ને એ બધી મેગેઝીન મારાં ઘરની બાજુમાં દુકાન હતી ત્યાં મળતી તે ખરીદી લાવતી. મને વાંચવું ગમે એટલે. તેમાં પણ અઠવાડિક રાશિ ભવિષ્ય આવતું અને મને એ વાંચવું ગમતું. પછી વચ્ચે થોડા વર્ષ મુકાઈ ગયું પણ ઇંગલિશ માં આવતું છાપું એમાં વાંચતી, જોકે ઇંગલિશ માં એ લોકો જુદી રીતે ગણતરી કરતા હોઈ છે પણ સા...

આપણે ક્યારેય આપણા સપનાઓને જીવીએ છીએ??? / Do we ever live our dreams ????

છબી
 ૐ આપણે ક્યારેય આપણા સપનાઓને જીવીએ છીએ???? મેં સાંભળ્યું છે કે આપણે ઘણા જન્મ આ પૃથ્વી ઉપર લયે છે. મેં એ પણ સાંભળ્યું છે કે જયારે માણસ મારે છે ત્યારે આ શરીર મરે છે પરંતુ તેની સાથે જોડાયેલું મન એ આત્માની સાથે જ જાય છે આથી આ મન સાથે જોડાયેલી જે કોઈ પ્રબળ ઈચ્છાઓ હોઈ તે આત્માની સાથે બીજા જન્મમાં પણ આવે છે. એ વાત જુદી છે કે આપણને યાદ નથી હોતું પરંતુ ઘણી વખત આપણે જોયું કે સાંભળ્યું હશે કે   કોઈ બાળપણથી એટલું હોશિયાર હોઈ છે કે લોકો કહેતા હોઈ છે,     "આતો આગલા જન્મના પુણ્ય હશે નહીંતર આટલી નાની ઉંમરમાં એટલા હોશિયાર કેવી રીતે હોઈ શકે"? આજ આપણે સપનાની વાત કરવાનાં છીએ. બંધ આંખોના નહિ પરંતુ ખુલ્લી આંખે જોવાયેલા સપના. જી હા! તમે કહેશો કે ખુલ્લી આંખે તે કોઈ સપના જોતું હશે? જી હા! ખુલ્લી આંખે પણ સપના જોવાય છે અને એજ સપનાઓ પુરા થાય છે. આપણે નાના હોઈ ત્યારે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ કે મારું સપનું છે કે હું મોટો / મોટી બની ડૉક્ટર બનીશ, વકીલ બનીશ, મોટું ઘર બનાવીશ, લેખક બનીશ, દુનિયા ફરીશ, મારાં મન ગમતા પુસ્તકો વાંચીશ, ગીતો ગાઈશ, સિતાર વગાડતાં શીખીશ, પેઇન્ટિંગો બનાવીશ ને બીજા ઘ...

આપણે ક્યારે નસીબદાર કહેવાય??? / When are we lucky ???

છબી
  ૐ આપણે ક્યારે નસીબદાર કહેવાય??? હા ભાઈ! કોને નાં ગમે નસીબદાર બનવું?? બધાને ગમે. ગમે જ નહિ પણ ખુબ ગમે. પણ આપણે નસીબદાર છે કે બદનસીબ એ કોણ નક્કી કરશે? ચાલો આજ આ વિશે વિચારીએ. માણસ નસીબદાર છે એમ ક્યારે કહેવાય? જે ખુબ ધનવાન હોઈ તે નસીબદાર? ના જેની પાસે ખાલી પૈસા કે ધનસંપતી હોઈ તે નસીબદાર તો નો હોઈ શકે. તો કોણ? એ નસીબદાર કે જેની પાસે પૈસા અને ધનની સાથે પૂરો પરિવાર હોઈ તે નસીબદાર. ખરેખર? જો આપણી પાસે પૈસા હોઈ, ધનસંપત્તિ હોઈ, પરિવાર હોઈ પરંતુ પરિવારના સભ્યો એજ પૈસા અને ધનસંપત્તિ માટે કજિયા કંકાસ કરતા હોઈ તો? તો શું તે નસીબદાર? ના પણ જેની પાસે પૈસા છે, પુષ્કળ ધન છે, પરિવાર છે અને તેમાં સંપ છે તે નસીબદાર. આ બરોબર, સાચે જ? ના  ભાઈ ના, એ પરિવારમાં બધું જ છે પૈસા છે, ધન છે, પરિવાર છે અને પરિવારમાં સંપ પણ છે પરંતુ એ પરિવારમાં બાળકો અપંગ છે અને વડીલોને પણ કઈંક તકલીફ છે. નાં તો એ નસીબદાર ના કહેવાઈ. બરોબર, પેલા બહાર ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો? એ ક્યાંથી નસીબદાર થયાં, તેમની પાસે તો પૈસા જ નથી. દરરોજ ઉઠીને ખાવાની જ ઉપાદી. ના ના એ પણ નહિ. તો કોણ નસીબદાર??? માણસની નસીબદારની વ્યાખ્યા સમય સાથે બદલી...

આપણે કેવું જીવન જીવી રહ્યા છે???? / What kind of life are we living ????

છબી
  ૐ આપણે કેવું જીવન જીવીએ છીએ?? ક્યારેય આપણે વિચારીએ છીએ કે આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ??? તમે કેશો, હા વાળી એ તો ખબર જ હોયને આપણને. આ તે કેવો પ્રશ્ન છે? મસ્ત જીવન જીવી રહ્યા છે. બધું જ બરોબર છે, ઘરમાં બધું બરોબર છે, ધંધા પાણી બરોબર ચાલે છે, છોકરાવ બધા સરસ રીતે સેટલ થઇ ગયા છે, બસ બીજું શું? બધું મસ્ત જ છે. આ એક જવાબ થયો. બીજો, હા! ચાલે છે, જોયે એવુ નથી પણ ગાડું ગબડે જાય છે, આપણાથી થયું તે કર્યું હવે છોકરાવ જોઈ લેશે,  આપણે તો સવાર સાંજ મંદિરે જયેને બસીએ શાંતિથી. જોકે આ બધા જવાબો મિડલ એજ ( 45 થી 60) ની  ઉંમરનાના હોઈ છે. કોઈ 25 થી 40 વાળી ઉંમરનાને પૂછો તો કહેશે, કે હજુ તો ચાલુ કર્યું ઘણું કરવાનું છે, નોકરી શોધવાની છે, કારકિર્દી બનાવવાની છે, લગ્ન કરવાનાં છે, ઘર બનાવવાનું છે, થોડા પૈસા ભવિષ્ય માટે ભેગા કરવાનાં છે અને ઘણું બધું....... બોવ મોટું લિસ્ટ બની શકે. 60 થી ઉપરના હોઈ તો કહેશે કે, અમે તો હવે શું કરવાનાં જેટલું થાતુંતું એ કર્યું હવે આરામનાં દિવસો છે બસ હવે શાંતિથી બેસીએ થાય તો ઈશ્વરનું નામ લયે ને બેઠા જયારે ઉપરવાળાનું તેડું આવશે એટલે ચાલ્યા. બીજું શું? આવા જ કઈંક જવાબો...

કેવું અભિમાન???? / What pride ????

છબી
  ૐ કેવું અભિમાન??? આપણા જીવનમાં આપણે કેટલા ભ્રમ સાથે જીવતા હોઈએ છીએ. હંમેશા આપણે આપણા કર્મોના અને સિદ્ધિઓના ગુણગાન ગાતા રહેતા હોઈએ છીએ. આપણે કરેલ દરેક કાર્યો ઉપર, આપણા સંબધો ઉપર, આપણી સફળતાઓ ઉપર, આપણે મેળવેલ ભૌતિક સુખસગવડતાઓ ઉપર ખુબ અભિમાન કરતા રહેતા હોઈએ છે. ખરુંને? પણ ક્યારેય વિચાર્યું છે કે ખરેખર આ બધું કે જેની ઉપર આપણે અભિમાન કરીએ છે તેને બનાવવામાં જેટલો સમય લાગ્યો છે તેના કરતા તેનો નાશ થવા માટે એક ક્ષણ જ પૂરતી છે!!! આપણે બધાએ આનો અનુભવ ક્યારેક તો કાર્યો જ હશે અને નો કર્યો હોઈ તો જોયો તો હશે જ. એક તાજું જ ઉદાહરણ દવ તો હમણાં મારાં ઘરની સામે એક ભયંકર અકસ્માત થયો અને તેમાં એક યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું જયારે તેની સાથે રહેલા બીજા બે વ્યક્તિ બચી ગયા. જ્યાં એ યુવાન મૃત્યુ પામ્યો હતો  તે જગ્યાએ તે યુવાનના સગા સંબધીઓ આવતા, ફૂલો મુકતા તેને યાદ કરતા અને રડીને ચાલ્યા જતા. આ ઘટના અમે જોય હતી એટલે ખબર હતી કે આ અકસ્માત ખુબ ઝડપથી ગાડી ચલાવવાના કારણે થયો હતો. એક દિવસ એક સ્ત્રી આવી અને તે ખુબ જ રડતી હતી આથી મારાથી નો જોવાતા હું પાણી આપવા ગઈ. તેમની સાથે વાતચીત થતા ખબર પડી કે તે મૃતક...

બધું જ જરૂરી છે પણ આ પણ જરૂરી છે......./ Everything is necessary but this is also necessary ........

છબી
  ૐ બધું જ જરૂરી છે પણ, આ પણ આ જરૂરી છે........ દરરોજ સવાર પડે, ઉઠીએ કામે જાયે, કામ કરીએ, ઘરે આવીયે, સુઈ જઈએ અને જો સ્ત્રી હોઈ તો ઉઠીએ, ઘરમાં બધાના સવારે નાસ્તાપાણી, બપોરે જમવાનું બનાવવું, બધાંયને જમાડવા, જ્યાં આરામ કાર્યો નાં કાર્યો તો સાંજના ચા-પાણી  અને એ હજી નાં પત્યું તો સાંજનું જમવાનું અને જ્યાં માંડ બેસે ત્યાં સુવાનું અને ફરીથી ચાલુ થાઈ એ નીરસ એક રૂટિન વાળી જિંદગી. એમાં ક્યારેક મહેમાનો અવર જવર. પુરુષો બારે કામ કરવા જાય કે ધંધો કરવા જાય હંમેશા વ્યસ્ત અને સ્ત્રીઓ ઘરમાં જ હોઈ તો પણ વ્યસ્ત જ અને જો નોકરી કરતી હોઈ તો તો પછી અતિ વ્યસ્ત. આપણે જયારે નાના હતા ત્યારે કેવું સુંદર બાળપણ હતું. એકદમ વ્યસ્ત, ભણવાનું, રમવાનું, પરીક્ષાઓ છતાં પણ એકદમ મસ્ત. બરોબરને મિત્રો! નાનકડા હતા ત્યારે આપણને કોઈ પૂછે કે તમે મોટા થઈને શું બનશો તો માથું ખંજવાળીએ ને ખભા ઉલાળીને હસ્તા હસ્તા રમવા ચાલ્યા જાયે. પછી મોટા થઈએને કામે જઈએ, લગ્ન કરીએને, ઘરની બાળકોની બધાની જવાબદારીઓ નિભાવીએ ને પછી એક દિવસ ઓચિંતાની કોઈ તકલીફ આવી પડે. તે તકલીફ ગમે તે હોઈ શકે, શારીરિક બીમારી, આર્થિક, માનસિક કે પછી સ્વજન વિયોગની. અને...

શું ક્યારેય વિચાર્યું છે??????? / Ever thought ???????

છબી
  ૐ શું ક્યારેય વિચાર્યું છે??????? આ હમણાં લોકડાઉન ચાલે છે ને એટલે કોઈ ટાઈમટેબલ જ  રહ્યું નથી. કોઈ વસ્તુની ઉતાવળ જ નહિ. એમજ થાય, કરી લેશું ઉતાવળ શું છે? અને દિવસ ક્યાં વીતી જાય એની ખબર પણ નાં પડે. જયારે કોવિદ ચાલુ થયું ગયા વર્ષે ત્યારે બધાને હતું કે હમણાં બે ચાર મહિનામાં બધું બરોબર થઈ જશે પરંતુ  આ મહેમાને તો એવી જમાવટ કરી કે વર્ષ ઉપર થઈ ગયું તો પણ હજી જવાનું નામ જ નથી લેતો. પહેલાના જમાનામાં ઓચિંતા મહેમાન આવે એટલે મને કે કમને અગતા સ્વાગતા કરતા એની જેમ કોરોનાની પણ થઈ. મીટરની દુરી, વારેઘડીયે હાથને ધોવા, માસ્ક પહેરવા, વધારે પડતી ચોખાઇની કાળજી ને કઈ કઈ. આભારી થઈએ આ વૈજ્ઞાનિકોના કે દવા શોધી આપી એટલે હવે આશા બંધાણી કે ચાલો બધાને દવા મળી જશે એટલે વાંધો નહિ આવે. પરંતુ જે લોકોએ આ મહામારીમાં પોતાના સ્વાજનો ખોયા છે તેઓને તો હંમેશા 2019 / 2020 યાદ રહી જશે. કોવિદ પહેલાની જે દુનિયા હતી એ તો હવે યાંદોમાં જ રહી ગઈ. હવે જયારે આપણે પ્રેમથી કોઈને મળશું કે ભેટશું તો ચોક્કસ થોડો ખચકાટ તો થશે જ. એક નવી જ દુનિયા સામે આવી ગઈ. જો કે મેં મારી જિંદગીમાં લગભગ બધા જ પ્રકૃતિ પ્રકોપ જોયા કે તેની સાક્ષી...

આભાર શબ્દ કેટલો નાનો પણ અસર કેટલી મોટી / How small is the word "thank you " but how big is the effect?

છબી
  ૐ આજ મેં એક સરસ ચંદ્રકાંત બક્ષીનું લખેલુ વાક્ય વાંચ્યું કે, " સારા લોકો જલ્દી મરી જાય છે. નહિ? એ વાત ખોટી છે, સારા લોકો બહુ જલ્દી જીવી નાંખે છે. " આ વાક્ય વાંચ્યા પછી હું વિચાર કરતી થઈ ગઈ કે ખરેખર આવું થાય છે? આપણે સાંભળીએ પણ છે કે, " સારા માણસોની જરૂર અહીંયા છે એમ ભગવાનને પણ છે. " " કોઈ પણ વસ્તુ માટે ભગવાન નિમિત્ત નથી બનતો " ને એવી ઘણી બધી વાતો. પરંતુ આવી વસ્તુ જયારે આપણે કોઈને કહીએ કે જેણે તેમના સ્વજનને  ગુમાવ્યા છે, તો એ આપણને લાગણી વગરના કઠોર હૃદયના કહેશે. અને જોઈએ તો એ સમય સંજોગ પ્રમાણે કદાચ યોગ્ય પણ છે. જયારે કોઈએ નજીકના જ સમયમાં પોતાનું સ્વજન ગુમાવ્યું હોઈ ને તેને આવી વાતો કરીએ તો એ નાજ સમજી શકે. હકીકત તો એ છે કે ભગવાને આપણે બધાને આપણા શ્વાસ ગણીને જ આપ્યા છે અને તેટલા જ આપણે લેવાના છે. આ શ્વાસ ચાલુ થવાંથી લઈને.................શ્વાસ બંધ થવા સુધીમાં જે વચ્ચેનો સમય છે તેનું નામ જિંદગી. હવે તમે કહો કે, હું દુઃખી છું, ઈશ્વરે આ કેવી જિંદગી આપી છે,  ઘર નાનું છે, દરરોજ પરિવારમાં ઝગડા થાય, ખાવાની બાબતમાં ઝગડો, બાળકોની બાબતમાં ઝગડો, પાડોસીની બાબતમાં ઝગડો વગ...

થોડી અંગત વાતો...... / A little personal talk.......

છબી
  ૐ આજ શું લખુ? કાંઈ ખબર નથી પડતી. કાંઈ સમજાતું નથી. કેવી રીતે અને ક્યાંથી ચાલુ કરું.  આજની વાત મારી જિંદગીની સાથ. આજથી ત્રેવીસ વર્ષ પહેલા આજના દિવસે મારાં માતા પિતાએ મારું કન્યાદાન કર્યું. જી હા! આજનો એ દિવસ હતો જયારે મને મારો જીવનસાથી મળ્યો. આજનો એ દિવસ હતો કે દરેક દીકરીની જેમ મારી નવી જિંદગીની શરૂઆત થઈ. ખુબ પ્રેમમય, વિશ્વાસમય, આનંદમય, હાસ્યથી ભરપૂર, ખુશીયોથી ભરપૂર સરસ સફર રહી અમારી. હા ક્યારેક રિસાવા મનાવવાનું પણ થયું પરંતુ ક્યારેય અબોલા નોહતા થયાં. જીવનસફરની આ સુંદર વાટમાં ઘણા સુંદર પાડવો પણ આવ્યા. બાળકોના આગમનથી જીવન વધુ અર્થસભર બન્યું. ઘણા નાના મોટા સપનાઓ જોયા એમાંથી ઘણા પુરા પણ થયાં અને ઘણા બાકી પણ રહ્યા.પરંતુ મનુષ્ય અવતાર લીધા પછી " નો જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું? " તો આપણે તો સાવ સામાન્ય માનવી છીએ. ભવિષ્યની ભેખડોમાં શું હોઈ કેમ ખબર પડે? અને પુરા બાવીસ વર્ષ છ મહિના પંદર દિવસ ને છ કલાકનો એ સાથ, મારી જિંદગીનું અમૂલ્ય સંભારણું બની ગયું. એમની સાથે વિતાવેલી હર ક્ષણ, હર પણ મારી જિંદગીની સુંદર યાદો બની ગઈ. પહેલા એમની જુદાઈથી ડર લાગતો  પરંતુ હવે એ ડર હંમેશની ...